સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શારીરિક શિક્ષણ વિભાગ અને પંચશીલ કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા માનનીય કુલપતિશ્રી પ્રોફે. ડૉ. કમલસિંહ ડોડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે આંતર કોલેજ હોકી ભાઈઓ-બહેનોની સ્પર્ધા યોજાઈ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન પંચશીલ કોલેજ ઓફ એજ્યુકેશના યજમાન પદે આંતર કૉલેજ હોકી (ભાઇઓ/ બહેનો) સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 9 કૉલેજના 67 ભાઇઓ(જેમાં 4 કોલેજ ની ટીમ અને 5 કોલેજ માંથી ડાયરેક્ટ સિલેક્સન)અને 13 કૉલેજના 110 બહેનો (જેમાં 7 ટીમ અને 6 કોલેજ માંથી ડાયરેક્ટ સિલેક્સન) માં ખેલાડીઓએ ભાગ લીધો
હોકી ભાઈઓ અને બહેનોની ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નેશનલ માં પ્રતિનિધિત્વ કરશે
હોકી (ભાઈઓ-બહેનો) સ્પર્ધાના સુંદર અને સફળ આયોજન માટે પંચશીલ કોલેજ ઓફ એજ્યુકેશન અને શારીરિક શિક્ષણ નિયામકશ્રી ડો. હરીશભાઈ રાબાને કુલપતિશ્રીએ અભિનંદન પાઠવ્યા
ભાઈઓની સ્પર્ધાનું પરિણામ
ચેમ્પિયન કોલેજ : ધર્મેન્દ્રસિંહ સરકારી આર્ટસ કોલેજ રાજકોટ
દ્વિતીય: પ્રતાપ રાય આર્ટ્સ અને કમાણી સાયન્સ કોલેજ અમરેલી
તૃતીય : સખીદા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ લીમડી
બહેનો સ્પર્ધાનું પરિણામ
ચેમ્પિયન.: માતૃશ્રી મોંઘીબા મહિલા કોલેજ અમરેલી
દ્વિતીય.. કણસાગરા મહિલા કોલેજ રાજકોટ
તૃતીય. એમ.વી.એમ. મહિલા કોલેજ રાજકોટ
સમાપન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કૉલેજના શારીરિક શિક્ષણના અધ્યાપક શ્રી ઘનશ્યામસિંહ ઝાલા શારીરિક શિક્ષણ નિયામકશ્રી ડો.હરીશભાઈ હોકી બહેનો ના ઓબ્ઝર્વર ડો.હનીબેન ચૌહાણ, પસંદગી સમિતિના સભ્યશ્રીઓ ડો.અલારક કુરેશી ડોક્ટર જયશ્રીબેન મકવાણા ડો.પુનમબેન જુડાસિયા ડો.વિપુલભાઈ પરમાર ડો.ભાવેશ રાબા, ડો.સંદીપભાઈ વાળા ડો. શિવરાજ સિંહ ઝાલા વિક્રમસિંહ રાણા ડો.શ્વેતાબેન દવે,ભૂમિબેન વરિયા હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવેલ હતાં.
સમગ્ર સ્પર્ધાનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ તથા કૉલેજના શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક ઘનશ્યામસિંહ ઝાલા એ સફળતાપૂર્વક પાર પાડેલ
પસંદગી સમિતિ દ્વારા પસંદગી કરેલ ટીમ માં ખેલાડી ભાઈઓ અને ખેલાડી બહેનો ની ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નું નેશનલમાં પ્રતિનિધિત્વ કરશે